શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

શ્રી કાંતિભાઈ રતનશીભાઈ કારિયા ને જીવનના ૫૦ વર્ષની સફરને સોનેરી વધામણાં
Golden Moment...
Happiest Golden Jubilee - ૫૦ મો જન્મદિવસ


પરિવાર માટે સોનેરી શાન
મિત્રો માટે દિલેરી જાન
હરપલ હાસ્યની હેલી રેલાવતા
નાની નાની વાતોમાં પણ ખુશીઓ સજાવતા ને
માનવ સેવાના કાર્યોમાં મોખરે રહ્યાં છો સદાય
એવા,
મિતભાષી - ૠજુ હ્રદયી
શ્રી કાંતિભાઈ રતનશીભાઈ કારિયા
(રવ ~ દાદર) જન્મદિવસના પચાસ વર્ષના સેલિબ્રેશન નિમિત્તે શ્રી વાગડ કલા કેન્દ્ર સંસ્થાને મેડિકલ સહાય ફંડમાં રૂપિયા પચાસ હજારનું અનુદાન આપી જન્મદિવસને ખરેખર સુવર્ણમય બનાવ્યો છે.
એ બદલ દાતાશ્રી સેલિબ્રેશન ક્લોધિંગ પ્રાઈવેટ લિમિટેડ પરિવારનો સંસ્થા હાર્દિક આભાર માને છે.

માનવ સેવા નું કાર્ય કરતી આ હ્રદયસ્થ સંસ્થા ઉપરાંત અન્ય સંસ્થાઓ અને જીવદયાના પરોપકારી કાર્યો કરતી અનેક સંસ્થાઓમાં માતબર રકમનું અનુદાન આપી પરિવાર અને સમાજમાં નામ રોશન કરેલ છે.

પ્રેમ લાગણી અને મસ્તીથી વહે આપનું વહાણ...
સમયની જેમને કિંમત છે ને સંબંધોની જાણ...
કદીયે નજરાય નહીં આપની સદ્કાર્યોની રસલહાણ...!!!
એવા ,
મોજિલા...
ગમતીલા...
મજાના માણસ...
શ્રી કાંતિભાઈ કારીયા
પરિવાર સહ તનમન થી તંદુરસ્ત રહી સમાજસેવાના કાર્યો માં પણ મોખરે રહો સદાય !!!


કાંતિભાઈ રતનશીભાઈ કારીઆ (રવ, દાદર)


[RelationMarkup]