શ્રી વાગડ કલા કેન્દ્ર ~ મુંબઈ

મેડિકલેઈમ યોજના અંતર્ગત મેડીકલ રાહત ફંડમાં ડોનેશન માટે અપીલ

જયોત સે જયોત જગા તે ચલો...
દાન કી ગંગા બહાતે ચલો...


રાહ મેં હે કહીં જ્ઞાતિજન અભી
ભી ઉનકો સંભાલતે ચલો...
દાન કી ગંગા બહાતે ચલો...


*C* કેટેગરીમાં સંસ્થા પાસે 2805 વ્યક્તિઓની 1178 પોલિસીઓ છે. જેમનું સંસ્થા આશરે સવા કરોડ (૧:૨૫) રૂપિયાની રકમ પ્રિમિયમ પેટે રાહત સ્વરૂપે આપી રહી છે. તેમજ ભચાઉ, સુવઈ, નૂતન ત્રંબૌ, કકરવા, નંદાસર અને હલરા વગેરે સ્વાવલંબી ગામોએ પોતાના ગામના *C* કેટેગરીના પ્રિમીયમના પૈસા ભરીને સંસ્થાને મદદરૂપ થઈ રહ્યા છે એ બદલ સૌને ધન્યવાદ!

એવી જ રીતે ગયા વર્ષે *B* કેટેગરીમાં ૧૮૮૦ વ્યક્તિઓની ૭૩૬ પોલિસી સંસ્થા પાસે છે .એમનું ૫૦% પ્રિમિયમ આશરે રૂપિયા ૪૭ લાખ ગામ મહાજન ~ યુવક મંડળો પોતાના ગામના જ્ઞાતિજનોનું ભરી સહયોગ આપી રહ્યાં છે. એ બદલ સૌને ધન્યવાદ!

આ વર્ષે પણ જુન જુલાઈ થી મેડિકલેઈમ રિન્યુઅલ નું કામકાજ ચાલુ થઈ ગયેલ છે.
મેડિકલેઈમ પ્રવૃત્તિ એ સમાજ અને સંસ્થા માટે મહત્વની અને જરૂરી છે. ગયા વર્ષે આવકનો સ્ત્રોત બંધ હતો, માટે ગયા વર્ષે ડોનેશન માંગ્યા વગર સંસ્થાએ પોતાની બે કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ વટાવી પ્રીમિયમ ચૂકવી જ્ઞાતિજનોની પોલિસી રિન્યુઅલ કરાવી હતી . કારણ આ અગત્યની પ્રવૃત્તિ માટે કોઈપણ હિસાબે ખચૅ કરવું પડે જ !
*આ વખતે પણ 1:50 થી 1:75 કરોડ રૂપિયાની જરૂર પડશે* માટે એક નમ્ર અપીલ...


*નમ્રઅપીલ*

સમસ્ત વાગડવાસી ભાઈ - બહેનોને નમ્ર અપીલ કે વધુમાં વધુ રકમ નું અનુદાન સંસ્થાને મેડિકલ સહાય ફંડમાં આપી આ મુશ્કેલીના સમયમાં મદદરૂપ બનશો
આપને ત્યાં આવતા શુભ પ્રસંગો જેવા કે

• લગ્ન પ્રસંગે

• લગ્ન વર્ષ ના 25 વર્ષ, 50 વર્ષ વિ.

• જન્મદિવસ નિમિત્તે, ગોલ્ડન જ્યુબિલી, ષષ્ઠી પૂતિઁ, હિરક મહોત્સવ, પ્લેટેનિયમ જયુબિલી કે સતાયુ સફર

• બાળકોના જન્મદિવસ તેમજ મુંડન વિધી નિમિત્તે

• સ્વજનોની પુણ્યતિથિ નિમિત્તે

• નવા ધંધાની ઓપનિંગ સેરેમની નિમિત્તે

• ગૃહ પ્રવેશની શુભ શરૂઆત નિમિત્તે

• શૈક્ષણિક કારકિર્દી બનાવવાની ખુશાલીમાં

આવા અનેક પ્રસંગોને લક્ષમાં રાખીને વધુ માં વધુ રકમનું ડોનેશન આપી સંસ્થાની માનવસેવા ની જયોતને જ્વલંત રાખવા સહાયક બનશો એજ અભ્યથૅના !


સંસ્થાનું આ ભગીરથ કાર્ય આપણા સૌનુ કાર્ય છે એટલે જ કહેવાય કે ~ સાથી હાથ બઢાના સાથી રે.....
એક અકેલા થક જાયેગા મિલકર બોઝ ઉઠાના સાથી હાથ બઢાના સાથી રે....


લિ. ટ્રસ્ટ બોર્ડ • અધિકાર બોર્ડ • કારોબારી સમિતિ