શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

મેડિકલેઈમ માં કેશલેશ(Cashless) પ્રોસેસ બાબત સૂચના

શ્રી વાગડ કલા કેન્દ્રની મેડિકલેઈમ યોજના અંતર્ગત જે પોલિસીધારકોની પોલિસી છે અને એમને કેશલેશ (Cashless) ફેસેલીટીનો લાભ લેવો હોય ત્યારે નીચેની વિગતો ધ્યાનમાં રાખવી.

> જો તમે પ્લાન્ડ ઓપરેશન કરાવો છો તો હોસ્પિટલ/નર્સિંગ હોમમાં દાખલ થતાં પહેલાં ત્રણ દિવસ અગાઉ Cashless Approval લઈ શકાય. જેમાં કંપની દ્વારા Initial (ટોકન) Amount પાસ કરવામાં આવેશે, ત્યારબાદ જે દિવસે ડિસ્ચાર્જ આપવાનું નક્કી થાય એ દિવસે Final Amount કંપની તરફથી સેટલ્ડ કરવામાં આવશે.

> માટે પોલિસીધારકો એ ખાસ ધ્યાન રાખવું કે, જે દિવસે ડિસ્ચાર્જ હોય એ દિવસે બપોરે 2 વાગ્યા સુધીમાં ડિસ્ચાર્જ કાર્ડ અને ફાઈનલ બિલની કોપી હોસ્પિટલ માંથી કંપનીને મોકલી આપવાનું રહેશે.

> અને મોકલાવ્યા પછી શ્રી વાગડ કલા કેન્દ્રની ઓફિસમાં તરત જાણ કરવી જેથી કરીને કેશલેશ પ્રક્રિયા જલ્દી થઈ શકે અને હોસ્પિટલમાંથી સમયસર ડિસ્ચાર્જ મળી શકે.

> જો Inform કરવામાં સમય લગાવ્યો અને સાંજે જણાવ્યુ તો શક્ય છે કે ડિસ્ચાર્જ બીજા દિવસે પણ મળે અને હોસ્પિટલમાં રોકાવવું પડશે જેની નોંધ લેશો.

> સાંજે પાંચ વાગ્યા પછી કંપનીનો સ્ટાફ ઉપલબ્ધ હોતો નથી અને કેશલેશ પ્રક્રિયા માટે પણ ૪ થી ૬ કલાકનો સમય લાગી જાય છે, એ ધ્યાન રાખશો અને સાથ સહકાર ની અપેક્ષા.