શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા
અભિનંદન ની હારમાળા
સતાયુની સફર - પેઢીનુ પ્રેરણાબળ એવા મુરબ્બીશ્રી હિરજીભાઈ રામજીભાઈ છેડા (ભચાઉ - વિલેપાર્લા) ના હ્દયસ્થાને છે સંસ્થા ની મેડિકલ પ્રવૃત્તિઓનો અસ્ખલિત પ્રવાહ....
મહાનતા આપણે શું છીએ એમાં નથી
પરંતુ, આપણે શું આપી શકીએ છીએ સમાજને...
માતુશ્રી સ્વ.વિજયાબેન થકી પ્રેરણાનુ પિયુષ પિનાર સુપુત્રો સ્વ.ચંદ્રકાન્તભાઈ, શ્રી ભરતભાઈ અને શ્રી અતુલભાઈના પરિવારજનો એ પણ હૃદયસ્થ ધર્યો આ સુવિચાર અને શ્રી વાગડ કલા કેન્દ્ર સંસ્થાની મેડિકલ સહાયક પ્રવૃત્તિઓ થી પિતાજી ની સાથે સાથે પ્રભાવિત થયા પરિવારજનો અને સંસ્થાને સામે થી ફોન કરી અનુદાન માટે આંગણે બોલાવ્યા ને મેડિકલ સહાય ફંડમાં આપ્યું રૂા. 51000/- નું અનુદાન.
આમ આવનાર પેઢીમાં પણ દિલેર દાતાશ્રીના જ દર્શન થાય છે આપણને સૌને ખાસ..
દાતાશ્રીની વિચારસરણીને બિરદાવતા સંસ્થાનું ટ્રસ્ટીગણ - અધિકારી બોર્ડ અને કારોબારી સમિતિના સભ્યો ખૂબ ખૂબ આભાર માની આપે છે ધન્યવાદ.
મુરબ્બીશ્રી હિરજીભાઈ રામજીભાઈ છેડા (ભચાઉ, વિલેપાર્લા)

|
[RelationMarkup]