Donation: Pravinbhai Karman Gala - Shree Vagad Kala Kendra
અનુદાનઃ શ્રીમાન પ્રવિણભાઈ કરમણ ગાલા - શ્રી વાગડ કલા કેન્દ્ર



*શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ*
મેડિકલેઈમ યોજના અંતર્ગત
*મેડિકલ સહાય ફંડની નમ્ર અપીલને મળ્યો કાબિલેદાદ પ્રતિસાદ*
ગામ નુતન ત્રંબૌના C કેટેગરીમાં આવતા ૪૫ કુંટબોનું વર્ષ ૨૦૨૧ - ૨૦૨૨ ના મેડિકલેઈમ પ્રિમિયમ ની રકમ અનુદાન સ્વરૂપે આપી ૫૬ વર્ષના જન્મદિવસના પ્રસંગને *શ્રી પ્રવિણભાઈ કરમણ ગાલા* એ શાનદાર રીતે ઉજવી દાનના મહિમાનું ગૌરવ વધાર્યું આજ !

જેમની હાજરી માત્રથી
પરિવાર - સમાજ - સંસ્થાનું
આંગણું મહેંકતું રહે છે,
એવું નામ છે પ્રવિણ જે પ્રભાત ના ઉગતા પહોરે
મહોરે છે, પ્રવિણતા સહજ સૌ સાથ.
સંબંધ રાખે છે સૌ સાથે સ્નેહનો,
હળી મળીને મન ભરી માણે છે પ્રેમનો.
વગર બોલ્યે વાંચે વેદના જ્ઞાતિજનોની,
એવા સંવેદનશીલ શ્રી પ્રવિણભાઈ માટે
સમાજ અને સંસ્થા મંદિર છે,
એમના માટે શકિત છે.
પરિશ્રમને કર્તવ્ય માનનારા,
એમના માટે પરમાર્થ જ ભકિત છે.
ધર્મ પરાયણતા ભર્યું જીવનની સાથે સાથે વ્યવહાર કદી ચૂક્યા નથી એવા.
*માતુશ્રી માનુબેન કરમણ મોમાયા ગાલા* ની કોખ ઉજાગર કરનાર ગામ નુતન ત્રંબોના પનોતા પુત્ર *શ્રી પ્રવિણભાઈ ગાલા* નિરોગી આયુષ્યના ૫૬ વર્ષ પરિપૂર્ણ કરી રહ્યાં છે ત્યારે માદરે વતનની માટી નૂતન ત્રંબૌ ગામ - પરિવાર - સમાજ અને અનેક સહયોગી સંસ્થામાં કાર્યરત છે. આવા સંનિષ્ઠ કાર્યકરને સો સો સલામ!!!

શ્રી વાગડ કલા કેન્દ્ર - સંસ્થા આવા શ્રેષ્ઠીવર્ય દાનવીરને માનદ્ મંત્રી પદે પામી ધન્યતા અનુભવે છે અને સંસ્થાના આવા ભગીરથ કાર્યમાં સદાય ઉજળો સાથ આપી વધુ ને વધુ માનવસેવા લક્ષી કાર્યો માં સિધ્ધતા પ્રાપ્ત કરે એજ શુભમંગલ કામના સાથે અભિનંદનની હારમાળાનો ગુલદસ્તો આપીએ આજ

સાગર મેં એક લહર ઉઠી તેરેં નામ કી...
તુજકો સબ ખુશીયાં મુબારક હો સારે જહાઁ કી...


લિ. ટ્રસ્ટ બોર્ડ • અધિકાર બોર્ડ અને કારોબારી સમિતિના સભ્યો

પ્રવિણભાઈ કરમણ ગાલા
નુતન ત્રંબૌ, દાદર


[RelationMarkup]






##ADVT##