*શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ*
*પ્રથમ વાર્ષીક પુણ્યતિથિ* નિમિત્તે શ્રધ્ધાંજલિ સ્વરૂપે આપ્યું અનુદાન.
*શ્રધ્ધાંજલિ*
(સ્વ.) શ્રી મણીલાલ (મહેન્દ્ર) જીવરાજ કારીઆ
કકરવા, દાદર
અરિહંત શરણ : ૦૫ જુલાઈ ૨૦૨૦
સુખને છલકાવ્યું નહીં, ને દુ:ખને દેખાડ્યું નહીં.
આજે આવશો કાલે આવશો જોતા રહ્યાં વાટ,
પાપણના પલકારે સિધાવી ગયા અનંતને વાટ.
દિવસ અઠવાડિયા મહિના કરતાં કરતાં
*વિત્યું વર્ષ એક*
આજ
હર સમય તમારી ઉપસ્થિતિનો આભાસ રહ્યાં કરે!
હર સમય તમારી યાદોંના પ્રત્યક્ષ કે પરોક્ષ દર્શન થયા કરે!!
આપનો આત્મા શાશ્વત સુખનો સ્વામી બને એજ શુભ ભાવના સાથે રૂપિયા ૫૧૦૦૦/- નું અનુદાન મેડિકલ સહાય ફંડમાં આપતા સંસ્થા માને છે દાતાશ્રી પરિવારનો હૃદયપૂર્વક આભાર.
દિવંગત શ્રી મહેન્દ્રભાઈને શ્રધ્ધાંજલિ આપતા પરમ કૃપાળુ પરમાત્માને એ જ પ્રાર્થના કે એ આત્મા પરમ ગતિ પામે!!!
લિ. ટ્રસ્ટ બોર્ડ • અધિકાર બોર્ડ અને કારોબારી સમિતિના સભ્યો
[RelationMarkup]