શ્રી વાગડ કલા કેન્દ્ર ~ મુંબઈ
દ્વારા
મુંબઈ મધ્યે વિવિધ પ્રકારની જનરલ સર્જરી અને યુરોલોજીના ઓપરેશનોનું રજીસ્ટ્રેશન ચાલુ.....
શ્રીમતી ભાગ્યવંતીબેન અને શ્રી જગશીભાઈ સામતભાઈ ગાલા ( ભચાઉ ~ વિલેપાર્લા) તરફથી ૪૫ મી લગ્ન જયંતિ નિમિત્તે શ્રી વાગડ કલા કેન્દ્રના નેજા હેઠળ સમાજની જરૂરિયાતમંદ વ્યક્તિઓની જનરલ સર્જરી અને યુરોલોજીના રજીસ્ટ્રેશન ચાલુ અને એક મેજર જનરલ સર્જરી કરાવવા માં આવી.....
~ જનરલ સર્જરી :
જનરલ સર્જરીમાં એપેન્ડીકસ , સારણગાંઠ, વધરાવળ, કંઠમાળ ,અલ્સર, પિતાશયની કોથળામાં પથરી તેમજ પેટની અન્ય બિમારીઓ , શરીરમાં બીજી કોઈ ગાંઠ અને આંતરડાની બિમારીના ઓપરેશન કરવામાં આવશે તેવી જ રીતે
~ યુરોલોજીમાં :
(PCNL) મશીન થી નાનો કાપો મૂકીને પથરી દૂર કરવામાં આવશે. તેમજ કિડની માં પથરીના દરેક જાતના ઓપરેશનો , પ્રોસ્ટેટ તેમજ મૂત્રાશયને લગતી બિમારીના ઓપરેશનો કરવામાં આવશે
જનરલ સર્જરી અને યુરોલોજીના ઓપરેશન માટે નીચે આપેલ સૂચનાઓ નું પાલન કરશોજી.
(૧) શ્રી વાગડ વિસા ઓશવાળ સમાજની જરૂરિયાતમંદ વ્યક્તિઓના ઓપરેશન મુંબઈ મધ્યે કરવા માં કરવામાં આવશે.
(૨) દરેક વ્યક્તિની આર્થિક પરિસ્થિતિની જાણકારી મેળવી જરૂરિયાત મુજબ મદદ કરવામાં આવશે.
(૩) તમારા ડોક્ટરની ભલામણ ચીઠ્ઠી સાથેની જે ફાઈલ હોય તો તેનો આખો એક ઝેરોક્ષ સેટ સંસ્થાની ઓફિસમાં આપવાનો રહેશે.
(૪) આપની ફાઈલ સાથે સંસ્થાનુ આવક નુ ફોર્મ ભરીને આપવું ફરજિયાત છે.
(૫) સંસ્થાની મેડિકલ કમિટીના ડોક્ટર પેપર્સની ચકાસણી કરશે ત્યારબાદ આ ડોકટરના માર્ગદર્શન હેઠળ સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવેલ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવશે.
(૬) સમાજની જરૂરીયાતમંદ વ્યક્તિઓએ આ યોજના નો લાભ લેવો .
રજીસ્ટ્રેશન સમય : સવારે ૧૧ થી ૧ અને બપોરે ૨ થી ૬
ફોન નંબર : ૦૨૨ - ૨૪૩૭૧૫૧૫ / ૨૪૩૭૧૮૧૮
શ્રીમતી ભાગ્યવંતીબેન જગશીભાઈ સામતભાઈ ગાલા(ભચાઉ, વિલેપાર્લા)


|