
શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા
ઘુંટણ (Knee Replacement) તેમ જ જનરલ સર્જરી-યુરોલોજીના ઓપરેશનો મુંબઈ મધ્યે ચાલુ જ છે...
શ્રીમતી પ્રભાબેન પ્રવિણ કરમણ ગાલા (નૂતન ત્રંબો-દાદર) ના આર્થિક સહયોગથી શ્રીવાગડ કલા કેન્દ્ર-સંસ્થાના નેજા હેઠળ સમાજની ૩૬ જરૂરીયાતમંદ વ્યક્તિઓની Knee Replacement Surgery (TKR) ના ઓપરેશનનું રજીસ્ટ્રેશન ચાલુ જ છે...
શ્રીમતી ભાગ્યવંતીબેન જગશી સામત ગાલા (ભચાઉ-વિલેપાર્લા) ટાઈમેક્ષ ગ્રુપ ના આર્થિક સહયોગથી શ્રી વાગડ કલા કેન્દ્ર-સંસ્થાના નેજા હેઠળ સમાજની જરૂરીયાતમંદ વ્યક્તિઓની જનરલ સર્જરી અને યુરોલોજીના ઓપરેશન મુંબઈ મધ્યે સતત ચાલુ છે.
નીચે આપેલ સૂચનાઓ વાંચી અમલ કરશોજી
૧. ઓપરેશન ફક્ત શ્રી વાગડ વિશા ઓસવાળ સમાજના જરૂરિયાતમંદ જ્ઞાતિજનો માટે જ છે.
૨. દરેક વ્યક્તિની આર્થિક પરિસ્થિતીની જાણકારી મેળવી જરૂરિયાત મુજબ મદદ કરવામાં આવશે.
૩. સંસ્થાની મેડિક્લ કમિટીના ડોક્ટર પેપર્સ ચકાસણી કરશે ત્યારબાદ ડોક્ટરના માર્ગદર્શન હેઠળ સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવેલ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવશે.
૪. આપની ફાઈલની સાથે સંસ્થાનું આવકનું ફોર્મ પણ ભરીને આપવાનું ફરજિયાત છે
૫. સમાજની જરૂરિયાતમંદ વ્યક્તિના ઓપરેશન વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે.
સમયઃ સવારે ૧૧ થી ૧ અને બપોરે ૨ થી ૬
ફોન નંઃ 022-24371515
022-24371818
લિ.ટ્રસ્ટ બોર્ડ
અધિકારી બોર્ડ અને કારોબારી સમિતી
