શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
અંતર્ગત મેડિકલેઈમ યોજના
છેલ્લાં ૧૯ વરસથી કાર્યરત આ મેડિકલેઈમ યોજનામાં "બી" કેટેગરીમાં ૫૦% રાહતની રકમ પોતાનાં ગામના જ્ઞાતિજનો માટે સમર્પિત કરી સંસ્થાને સહયોગ આપનારા સૌનો સંસ્થા ખૂબ ખૂબ આભાર માને છે.
કાર્યકરોના પરિશ્નમ અને દાતાશ્નીઓની દિલાવરીના પરિણામે કોરોના કાળમાં મેડિક્લેઈમનું કાર્ય સરળતાપૂર્વક ચાલી રહ્યું છે તે ઈશ્વરની અનુકંપા ગણી શકાય.
*C* કેટેગરીમાં સંસ્થા પાસે 2805 વ્યક્તિઓની 1178 પોલિસીઓ છે. જેમનું સંસ્થા આશરે સવા કરોડ (૧:૨૫) રૂપિયાની રકમ પ્રિમિયમ પેટે રાહત સ્વરૂપે આપી રહી છે. તેમજ ભચાઉ, સુવઈ, નૂતન ત્રંબૌ, કકરવા, નંદાસર અને હલરા વગેરે સ્વાવલંબી ગામોએ પોતાના ગામના *C* કેટેગરીના પ્રિમીયમના પૈસા ભરીને સંસ્થાને મદદરૂપ થઈ રહ્યા છે એ બદલ સૌને ધન્યવાદ!
આ વર્ષે પણ જુન જુલાઈ થી મેડિકલેઈમ રિન્યુઅલ નું કામકાજ ચાલુ થઈ ગયેલ છે.
મેડિકલેઈમ પ્રવૃત્તિ એ સમાજ અને સંસ્થા માટે મહત્વની અને જરૂરી છે. ગયા વર્ષે આવકનો સ્ત્રોત બંધ હતો, માટે ગયા વર્ષે ડોનેશન માંગ્યા વગર સંસ્થાએ પોતાની બે કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ વટાવી પ્રીમિયમ ચૂકવી જ્ઞાતિજનોની પોલિસી રિન્યુઅલ કરાવી હતી . કારણ આ અગત્યની પ્રવૃત્તિ માટે કોઈપણ હિસાબે ખચૅ કરવું પડે જ !
*આ વખતે પણ 1:50 થી 1:75 કરોડ રૂપિયાની જરૂર પડશે* માટે એક નમ્ર અપીલ...
*નમ્રઅપીલ*
સમસ્ત વાગડવાસી ભાઈ - બહેનોને નમ્ર અપીલ કે વધુમાં વધુ રકમ નું અનુદાન સંસ્થાને મેડિકલ સહાય ફંડમાં આપી આ મુશ્કેલીના સમયમાં મદદરૂપ બનશો
આપને ત્યાં આવતા શુભ પ્રસંગો જેવા કે
• લગ્ન પ્રસંગે
• લગ્ન વર્ષ ના 25 વર્ષ, 50 વર્ષ વિ.
• જન્મદિવસ નિમિત્તે, ગોલ્ડન જ્યુબિલી, ષષ્ઠી પૂતિઁ, હિરક મહોત્સવ, પ્લેટેનિયમ જયુબિલી કે સતાયુ સફર
• બાળકોના જન્મદિવસ તેમજ મુંડન વિધી નિમિત્તે
• સ્વજનોની પુણ્યતિથિ નિમિત્તે
• નવા ધંધાની ઓપનિંગ સેરેમની નિમિત્તે
• ગૃહ પ્રવેશની શુભ શરૂઆત નિમિત્તે
• શૈક્ષણિક કારકિર્દી બનાવવાની ખુશાલીમાં
આવા અનેક પ્રસંગોને લક્ષમાં રાખીને વધુ માં વધુ રકમનું ડોનેશન આપી સંસ્થાની માનવસેવા ની જયોતને જ્વલંત રાખવા સહાયક બનશો એજ અભ્યર્થના !
જયોત સે જયોત જગા તે ચલો...
દાન કી ગંગા બહાતે ચલો...