Agenda Of Annual General Meeting- Shree Vagad Kala Kendra.વાર્ષિક સામાન્ય સભા નો એજન્ડા - શ્રી વાગડ કલા કેન્દ્ર.
શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ Annual General Meeting તારીખ : ૨૪ / ૧૦ / ૨૦૨૧, રવિવાર • સમય : બપોરે ૧૨ :૦૦ કલાકે સંસ્થાની ઓફિસે રાખવામાં આવેલ છે
*AGM નો એજન્ડા*
નીચે આપેલ એજન્ડા મુજબ કાર્યવાહી કરવામાં આવશે
(૧) ગત મિટીંગ ની મિનિટ્સ નું વાંચન અને બહાલી આપવા
(૨) વર્ષ ૨૦૨૦ - ૨૦૨૧ના ઓડિટેડ હિસાબો રજૂ કરી મંજૂર કરવા
(૩) વર્ષ ૨૦૨૧ - ૨૦૨૨ના ઓડિટર ની નિમણૂંક કરી અને તેનું મહેનતાણું નક્કી કરવા
(૪) પ્રમુખશ્રી ની મંજૂરી થી અન્ય જે રજૂ થાય તે...
* સંસ્થાના સર્વેં આજીવન સભ્યોને સમયસર મિટિંગ માં ઉપસ્થિત રહેવા નમ્ર અનુરોધ. * કોવિડ - ૧૯ ના નિયમો નું પાલન કરી સમયસર મિટીંગ ચાલુ થશે અને સમયસર પૂર્ણ કરવામાં આવશે. * કોરમના અભાવે મુલત્વી રાખેલ મિટીંગ હાજર રહેલ સભ્યો ની હાજરી માં અડધા કલાક બાદ એટલે કે બપોરે ૧૨ : ૩૦ કલાકે એજ સ્થળે એજ કાર્યવાહી કાર્ય માટે મળશે અને એમાં થયેલ કાર્યવાહી કાયદેસર અને બંધારણીય ગણાશે.
પારદર્શંકતા :
(1) વર્ષ 2020 - 21 ના ઓડિટેડ હિસાબો જે સંસ્થાના આજીવન સભ્યોને જોવા હોય તેઓ સંસ્થાની ઓફિસે તારીખ 18 /19 અને 20 ઓકટોબર 2021 (સોમ , મંગળ અને બુધવાર) સમય : બપોરે 2:30 થી 6:00 દરમિયાન આવીને જોઈ શકે છે.
(2) બુક્સ ઓફ અકાઉન્ટસ બાબત જે પણ સભ્યોને પૂછપરછ કરવી હોય તેઓ સંસ્થાના વહિવટી કાર્યાંલય મધ્યે લેખિતમાં શુક્રવાર તારીખ 22 /10/2021 , સાંજના 6:00 વાગ્યા સુધીમાં આપી શકે છે. જેનો સંતોષકારક જવાબ AGM માં આપવામાં આવશે .
સાથ સહકાર ની અપેક્ષા લિ. માનદ્ મંત્રીઓ શ્રી મનોજ મણિલાલ ફુરિયા
શ્રી હેમચંદ ખેતશી ગડા
શ્રી પ્રવિણ કરમણ ગાલા