શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા સ્થાનિકે - ભચાઉ મધ્યે અગાઉ યોજાતા મેગા મેડિકલ અને સજિૅકલ કેમ્પમાં પણ માનદ સેવા આપવા માટે આવેલ તેમજ
Simple Living Higher Thinking ને જીવન મંત્ર બનાવનાર, સદાય દીન દુઃખીયાની સેવા કરવા તત્પર, પરગજુ, સેવાભાવી સ્વભાવ જેનો અનુભવ એમના કોટન ગ્રીન દવાખાને સારવાર માટે ગયેલા કોઈપણને સહજભાવે થયો હશે. આવા ઓલિયાના અવતાર સમાન ડોકટરની સમાજ તેમજ સંસ્થા પ્રત્યેની શૈક્ષણિક તેમજ મેડિકલ પ્રવૃત્તિઓની સેવાની સુગંધને વધુ ને વધુ પ્રસરાવવા ડોક્ટર શ્રીની વિચારધારાને અનુસરીને ધર્મપત્ની શ્રીમતી લીલાબેન ડો.રાયશી ખીમજી ગડા એ રૂપિયા એક લાખ નું અનુદાન આપ્યું. (રૂ.૫૦,૦૦૦/- શૈક્ષણિક સહાય ફંડમાં અને રૂ.૫૦,૦૦૦/- મેડિકલ સહાય ફંડમાં) સંસ્થા દાતાશ્રી પરિવાર નો ખૂબ ખૂબ આભાર માને છે. તેમની આત્મા પરમગતિને પામે અને મોક્ષમાર્ગ નો આરાધક બને એજ ઈશ્વરને પ્રાર્થના !