શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા
આયોજીત

કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ માટે આપ્યું માતબર રકમનું અનુદાન પૂજ્યશ્રી સ્વ. શાંતિલાલ માડણ ગાલાની ૧૦ મી પૂણ્યતિથીને પાંચ પ્રજ્ઞાયક્ષુઓની મુશ્કાન માટે બનાવી રોશનીની મશાલ..!

વિચાર વાણીને વર્તનના મહારથી એવા, શ્રી શાંતિલાલભાઈના શ્વાસ ખૂટ્યા એને એક દાયકો પૂર્ણ થયો આજ,
છતાંય આજે પણ અમારો વિશ્વાસ અકબંધ છે.
એવા શ્વાસ વિશ્વાસના સહારે, એક ખુમારી ભર્યાં વટવૃક્ષની રાહબરીમાં જ ચાલી રહ્યાં છીએ અમે...
એમને કંડારેલી કેડી ઉપર સ્નેહનાં સથવારે, હિંમત અને હૂંફથી માનવસેવાના
કાર્ય થકી પુણ્ય ઉપાર્જનમાં સહયોગ આપવા કટિબધ્ધ બન્યા છીએ અમે આજ.
પાંચ નેત્રહીનોની આંખોમાં છવાયો છે અંધકાર, એમાં નેત્રદીપકની રોશની ફેલાવી,
જીવનપાથેયનાં અવસરને ઊજળો કરી મહોત્સવ બનાવીશું આજ!

સંસ્થાના માનવ સેવાનાં આવા શુભ કાર્ય માટે સદાય સહયોગ આપનાર દાતા પરિવારના માતુશ્રી શાંતિબેન શાંતિલાલ માડણ ગાલા (ભચાઉ, હાલે-ઘાટકોપર) પરિવારને સંસ્થા ખૂબ ખૂબ ધન્યવાદ આપતા ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે.


શાંતીલાલ માડણ ગાલા
ભચાઉ