શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા

ખોબલે ખોબલે અભિનંદન

શ્રીમાન શ્રી વિનોદભાઈ કાનજી ભારમલ ગડા (લાકડીયા, વિલેપાર્લા)

ઉચ્ચ આચાર ઉચ્ચ વિચાર
સેવાલક્ષી કાર્યમાં સદાય મોખરે એવા પ્રતિભાસંપન્ન
શ્રી વિનોદભાઈ ગડા જેઆેની સ્થાનિકે શ્રી વાગડ સર્વોંદય ટ્રસ્ટ સંચાલિત
શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ (ભચાઉ, કચ્છ) મધ્યે ચેરમેન ટ્રસ્ટીપદે નિયુકત થવા બદલ અમો શ્રી વાગડ કલા કેન્દ્રની ટીમ અતિ આનંદ અનુભવીયે છીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપતાની સાથે શુભેચ્છાઓની હારમાળાનો ગુલદસ્તો આપી રહ્યાં છીએ.

છેલ્લાં લગભગ ૩૧ વર્ષ થી શ્રી વાગડ કલા કેન્દ્ર અને વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ સાથે મળીને મેડીકલ ક્ષેત્રે અનેક મેડીકલ અને સર્જિકલ કેમ્પોનું આયોજન કરી હજારોની સંખ્યામાં માદરે વતનના જનમેદની સેવાનું કાર્ય સાથે મળીને સુપેરે કર્યુ છે. વર્ષ ૧૯૮૯ માં જ અંદાજે ૩૦૦૦ વ્યક્તિઓની તપાસ સારવાર કરી અને દવાનું વિતરણ પ્રથમ ફ્રી મેડિકલ કેમ્પ દ્વારા કરવામાં આવેલ અને ત્યારબાદ શ્રી વાગડ કલા કેન્દ્રના મેડિકલ કેમ્પ ની દર વર્ષે સ્થાનિક કચ્છ ની પ્રજા કાગડોળે રાહ જોતી અને જનપ્રચાર ની લોકપ્રિયતા થી કચ્છ જિલ્લાના આંતરિયાળ ગામો ઉપરાંત ગુજરાત રાજસ્થાનના દર્દીઓ સહિત હજારોની સંખ્યામાં વિવિધ જ્ઞાતિના લોકો લાભ લેતા થયાં. અત્યાર સુધીમાં ફ્રી અગણિત ઓપરેશનો સર્જિકલ કેમ્પ દરમિયાન કરવામાં આવ્યા. એ સેવાની જયોત આજ પર્યત ચાલુ જ છે તેમજ ભવિષ્યમાં પણ આપણે બન્ને સંસ્થા સાથે મળીને વધુ ને વધુ માનવસેવાની આ જયોતને વધુ પ્રજવલિત રાખીશું.

શ્રી વિનોદભાઈ આપ સદાય શ્રી વાગડ કલા કેન્દ્રના વિવિધ લક્ષી પ્રવૃત્તિઓના શુભેચ્છક રહ્યાં છો, આપની અમીદષ્ટિ હંમેશા સંસ્થા ઉપર રહી છે.

આપશ્રીનો સદૈવ તત્પર નિ:સ્વાર્થ સેવાભાવી સ્વભાવ, ખુશ મિજાજી, વ્હવહાર કુશળ, મૃદુભાષી, મિલનસાર અને કર્તવ્ય પરાયણતાની અમિટ છાપ થકી શૈક્ષણિક ક્ષેત્રની સાથે સાથે મેડીકલ ક્ષેત્ર પ્રત્યેની આપની કાર્યંદક્ષતાના દર્શન થાય છે.
સમસ્ત વાગડ સમાજની સાથે કચ્છ પ્રદેશ તેમજ શ્રી વાગડ સર્વોંદય ટ્રસ્ટને સેવાભાવી કાર્યકરનો અમૂલ્ય લાભ મળશે.
આપશ્રી આમને આમ સેવાની મૂક મિશાલ બની માનવસેવાની જયોતને વેગવંતી રાખી હોસ્પિટલને પણ વધુ ને વધુ પ્રગતિના શિખરો સર કરાવશો એવી દ્રઢ શ્રધ્ધા ને વિશ્વાસ છે.

ચાલો, આપણે સૌ સાથે મળીને મેડીકલ ક્ષેત્રે એકબીજાના સહકાર થી વધુ ને વધુ સેવાના કાર્ય કરતાં રહીએ એજ અભ્યર્થના સહ અભિનંદન

માદરે વતનમાં આપણી હોસ્પિટલ છે એક રતન માનવસેવા થકી કરીએ એનુ જતન... કરીએ રતનનું જતન માદરે વતન...

વિનોદભાઈ કાનજી ભારમલ ગડા (લાકડીયા, વિલેપાર્લા)


[RelationMarkup]