
શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
દ્વારા ચલાવાતી
મેડિકલેઈમ યોજના અંતર્ગત આવકનું ફોર્મ બાબત - છેલ્લી તારીખ
જુન - જુલાઈ માં દર વર્ષે રિન્યુઅલ કરાવતા પોલિસીધારકો માટે આવકનું ફોર્મ ભરીને પાછા આપવાની છેલ્લી તારીખ : 31 જાન્યુઆરી 2022
> શ્રી વાગડ કલા કેન્દ્ર - સંસ્થાના ઉપક્રમે ચલાવાતી મેડિકલેઈમ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧ - ૨૦૨૨ ની મેડિકલેઈમ પોલિસી દરેકને કુરિયર મારફત મોકલાવવામાં આવેલ છે .
> આ કવરમાં આવક ના ફોર્મ પણ મોકલાવેલ છે. જે પોલિસીધારકને B અથવા C કેટેગરીમાં રહેવું હોય તો ફોર્મ ઉપર આપેલ તારીખ પહેલા આવકનું ફોર્મ વિગતવાર ભરીને મોકલાવી આપવું. તારીખ નીકળી ગયા પછી આવકનું ફોર્મ આવશે તો સંસ્થાના નિયમાનુસાર નક્કી કરેલ લેઈટ ફી રાહતની રકમ માંથી લેવામાં આવશે .
તેમજ જેમના આવકના ફોર્મમાં વિગતો અધૂરી હશે (Incomplete) તેમને A કેટેગરીમાં પૂરેપુરૂં પ્રિમિયમ ભરવું પડશે જેની ખાસ નોંધ લેશો.
> આવકના ફોર્મ સાથે રેશન કાર્ડ અને છેલ્લુ ભરેલ લાઈટ બિલની ઝેરોક્ષ કોપી સાથે સંસ્થાની ઓફિસમાં મોકલાવવું.
> રિટાયર્ડ વ્યકિત તેમજ જે કોઈ પોલિસી ધારકોને કોઈ આવક જ નથી તો ઘરખર્ચ વિગેરે કઈ રીતે ચાલે છે તેની વિગત આવકના ફોર્મ ઉપર લખીને મોકલાવી ફરજીયાત છે. જેની ખાસ નોંધ લેશો.
