શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
મેડિકલેઈમ યોજના ~ વષૅ ૧૯મું ( ૨૦૨૧ - ૨૦૨૨ )
મેડિકલેઈમ પોલિસી રિન્યુઅલ નું કામકાજ સોમવાર , તા.૨૧ /૦૬ /૨૦૨૧ થી શરૂ થઈ ગયેલ છે.
સમય : બપોરે ૨ થી ૬ સુધી
સંસ્થા ની ઓફિસે મધ્યે
*જુન જુલાઈ મહિનામાં જે પોલિસી રિન્યુઅલ થાય છે* એમાં જે પોલિસીધારકની પોલિસી છે તેમને નીચે આપેલ વિગતો ઉપર ખાસ ધ્યાન આપવું:
(૧) મેડિકલેઈમ પોલિસી રિન્યુઅલ માટે આવો ત્યારે વષૅ ૨૦૨૦ - ૨૦૨૧ ની પોલીસીની પહેલા અને બીજા પેજ ની બે કોપી ઝેરોક્ષ સાથે લઈને આવવી. ઓરિજિનલ પોલીસીના બધા પેપર સાથે જ રાખવા.
(૨) અમુક *B* કેટેગરીના પોલિસી ધારકની પોલિસી સંસ્થાની ઓફિસમાં છે તે એમને ઓફિસે થી મળી જશે. પોલિસી ધારકે રિન્યુઅલ માટે A/C PAYEE ના બે ચેક સાથે લઈને આવીને / કાંઈ ફેરફાર ના હોય તો ચેક મોકલાવીને પોલીસી રિન્યુ કરાવી લેવી.
(૩) પોલિસી હોલ્ડરના નામનો CTS 2010 અને IFSC કોડવાળો A/C payee તેમજ સહી કરેલ બે કોરા ચેક, ચેક ની પાછળ પોલિસી હોલ્ડરનું નામ, પોલિસી નંબર અને મોબાઈલ નંબર લખવા.
(૪) પોલિસીમાં કોઈપણ સુધારા વધારા હોય જેમ કે નવુ નામ ઉમેરવુ, નામ કેન્સલ કરવુ, દિકરીના લગ્ન થઈ ગયા હોય તો નામ બદલાવવું (જે માટે મેરેજ સટિઁફીકેટ લાગશે) વિગેરે માટે પોલિસીધારકે પોતાને આવવાનું રહેશે.
(૫) અને એ માટે જરૂરી દસ્તાવેજો (Documents) ~ Pan Card, Aadhar Card ,Marriage Certificate , Death Certificate and 2 Stamp size Photos. વિગેરે વિગતો સાથે લઈને આવવી.
(૬) આ વર્ષે કોઈપણ પોલિસી ધારક ની કેટેગરી ચેન્જ કરવામાં આવશે નહીં ગયા વર્ષે જે કેટેગરી હતી એજ રહેશે.
(૭) જે કોઈ પોલિસીધારકની બેંક નેશનલાઈઝબેંક સાથે મજૅ થઈ છે એ બેંકના નવા ચેક સાથે લઈને આવવા નમ્ર અનુરોધ
(૮) આ વષેઁ ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં માટે કોઈએ NEFT/ RTGS / GOOGLE PAY વિ. થી પ્રિમિયમ નું પેમેન્ટ કરવું નહીં.
