શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

મેડિક્લેઈમ યોજના વર્ષ ૨૦ મા પ્રવેશ
મેડિકલેઈમ પોલિસી રિન્યુઅલ બાબત


શ્રી વાગડ કલા કેન્દ્ર દાદરની ઓફિસ મધ્યે મેડિકલેઈમ પોલિસીનાં પ્રિમીયમનું કામકાજ
સોમવાર, ૨૭-જૂન ૨૦૨૨ થી ચાલુ
સમયઃ બપોરે ૨ થી ૬ કલાક


પોલિસી રિન્યુઅલ માટે આવો ત્યારે નીચે આપેલ બાબતો ધ્યાન રાખો
* રિન્યુઅલ માટે વર્ષ ૨૦૨૧-૨૨ ની મેડિકલેઈમ પોલિસીનાં પ્રથમ અને બીજા પેજની બે કોપી Xerox સાથે લાવવી / મોકલાવવી તેમ જ Original Policy ના બધા જ પેપર સાથે રાખવા.
* પોલિસી ધારકે પોલિસી સાથે Policy Holder નું CTS-2010 અને IFSC કોડવાળો સહી કરેલ કોરા બે ચેક રકમ લખ્યા વગરના A/C Pay કરીને સાથે લાવવા/મોકલવા.
* ચેકની પાછળ પોલિસી હોલ્ડરનું નામ, ફોન નં./ મોબાઈલ નંબર / પોલિસી નંબર લખીને લાવવું.
* પોલિસીમાં કોઈપણ પ્રકારના સુધારા-વધારા કરાવવાના હોય તો જેમ કે નવું નામ ઉમેરવું New Born Baby (Birth Certificate) આધાર કાર્ડ, પેન કાર્ડ, બે ફોટા સાથે લાવવા જરૂરી
* અવસાન થયુ હોય તો Death Certificate ની ઝેરોક્ષ સાથે લાવવી
* Address Change કરવું હોય તો Agreement ની કોપી અથવા અડ્રેસ બદલી થયેલ Adhar Card ની ઝેરોક્ષ સાથે લાવવી.
* કોઈપણ ફેરફાર કરવાના હોય તો પોલિસી હોલ્ડર ને રિન્યુઅલ વખતે જાતે આવવું પડશે (જેમના નામની પોલિસી હોય તેમણે આવવું પડશે)
* પોલિસીમાં કોઈપણ ફેરફાર ન હોય તો અન્ય કોઈપણની સાથે પોલિસીની ઝેરોક્ષ કોપી, ઉપર મુજબ બે ચેક મોકલાવીને તમારી પોલિસી રિન્યુઅલ કરાવી શકો છો.

> આ વર્ષે કેટેગરી માટે પોલિસી હોલ્ડરોને પોલિસી સાથે આવકનું ફોર્મ મોકલાવેલ છે જે પોલિસીધારકોએ આવકનું ફોર્મ ભરીને પાછું સંસ્થાની ઓફિસે મોકલાવેલ નથી, એમને પોલિસીનું પુરેપુરૂં પ્રિમિયમ ભરવું પડશે જેની નોંધ લેવી.

ખાસ ધ્યાન આપશોઃ
જે પોલિસીમાં છોકરાની ઉંમર ૨૫ વર્ષ થઈ હોય તેની પોલિસી અલગથી કાઢવામાં આવશે અને એ માટે મુખ્ય પોલિસીધારક અને દિકરાને પોલિસીમાં ફેરફાર કરાવવા માટે અને ફોર્મમાં સહી કરવા માટે બંન્ને એ ફરજિયાત આવવું પડશે તેમજ છોકારાના સેવિંગ બેંક અકાઉન્ટના બે કોરા ચેક સહી કરેલા સાથે લાવવાના રહેશે જે જરૂરી છે. ફરીથી ધક્કો ખાવો ના પડે માટે આપેલ સૂચનાઓનું પાલન કરશો. સાથ સહકારની અપેક્ષા

લિ. મેડિકલ કમિટી