કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ માટે આપ્યું માતબર રકમનું અનુદાન સ્વ. શ્રી મેઘજી દેવશી છેડા છઠ્ઠી પૂણ્યતિથી નિમિત્તે આત્મશ્રેયાર્થે આપ્યું કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ માટે રૂપિયા એક લાખનું અનુદાન !
પાંચ પ્રજ્ઞાચક્ષુઓનાં નયનમાં પ્રકાશનો પૂંજ બની પ્રકાશિત થયાં,
સમયે સમયે સૌની સંભાળ લેતો આત્મા આજે સમયાધીન અળગો થયો.
આજે એ આત્માનાં કલ્યાણ માટે દીન દુઃખીયાનાં બેલી બની પરિવારે લેધો અનન્ય લાભ,
પાંચ વ્યક્તિના જીવનમાં તમસને દૂર કરી ઉજાસ ફેલાવવાનો કર્યો પ્રયાસ.
સંસ્થાના માનવ સેવાનાં આવા શુભ કાર્ય માટે સદાય સહયોગ આપનાર દાતા પરિવારના માતુશ્રી મંજુલાબેન મેઘજી દેવશી છેડા (રવ-થાણા)પરિવારને સંસ્થા ખૂબ ખૂબ ધન્યવાદ આપતા ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે.