શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ ૮૭ મું ચરણ

સ્વ.રામજીભાઈ વીરજીભાઈ ગડા (અરિહંત શરણ ૩૦/૭/૨૦૧૮) ની ૩ જી પુણ્યતિથિએ કોનિઁયાગ્રાફટિંગ કેમ્પ માટે આપ્યું અનુદાન ને પાંચ દ્રષ્ટિહિન વ્યક્તિઓ બન્યા બ્લેક એન્ડ વ્હાઈટ થી રંગીન જિંદગી જોવાના હક્કદાર!

દાતા પરિવાર થકી મહેંકતો બન્યો....ધબકતો થયો એમનો સંસાર ને ઘરમાં ફેલાયો ખુશીનો માહોલ સૌ સંગાથ !!

અત્તર ની જેમ પાંચ પરિવારના જીવનને સુગંધિત કયુઁ છે કરી માનવસેવા નું કામ....સંસ્થા આપે છે

દાતાશ્રી ગં. સ્વ. હિરૂબેન રામજીભાઈ વીરજીભાઈ ગડા - લાકડિયા પરિવારને લાખ લાખ ધન્યવાદ જેમને પૂજયશ્રીના આત્મશ્રેયાથેઁ આપ્યું છે રૂપિયા એક લાખનું સંસ્થાને અનુદાન !!!

પરમ આત્માની શાંતિ શ્રેયાથેઁ પાંચ પ્રજ્ઞાચક્ષુઓ પણ કરે પરિવાર સાથે પરમાત્માને પ્રાથૅના આજ !!!!
ગં. સ્વ. હિરુબેન રામજીભાઈ વીરજીભાઈ ગડા (લાકડીયા, ચીરા બઝાર)