શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
ગાતા રહે મેરા દિલ... એ છેડ્યો માનવ સેવાનો આલાપ
સા.. રે.. ગ.. મ.. ની... સરગમ ને માં સરસ્વતીની સાધના પરમાર્થંના કાર્યં કરવાની આરાધનાને ગાતા રહે મેરા દિલ ના આયોજકોના દિલમાં જગાડયો માનવ સેવાના સ્પંદનો નો ઝણકાર અને માનવ સેવા એજ પ્રભુ સેવાના જીવનમંત્રને ખરા અર્થમાં ઉજાગર કરતી સંસ્થા શ્રી વાગડ કલા કેન્દ્રને મેડિકલ સહાય ફંડમાં આપ્યું માતબર રકમનું અનુદાન !!!
આવા કટોકટીના સમયમાં એક અલગ ફિલ્ડની સંસ્થા મેડિકલ ક્ષેત્રે કાર્યરત સંસ્થાને ડોનેશન આપી સમાજના જ્ઞાતિજનો માટે જે ઉમદા કાર્ય કર્યું છે , ખરેખર અનુમોદનીય... અનુકરણીય છે એ માટે ગાતા રહે મેરા દિલના સર્વેં આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ ! અભિનંદન !! આભાર !!!
ગાતા રહે મેરા દિલ... ના આયોજકો એ છેડ્યા અનુદાન થકી સેવા સર્પંમણ ને સદ્ ભાવના ની સૂરાવલીનો અલભ્ય ભંડાર.
આયોજકો:
ભારતીબેન વિનોદ નિસર - ખારોઈ
લવંગિકાબેન દામજી સાવલા - સુવઈ
દિલીપ શિવજી નંદુ - લાકડિયા
નેણશી ડુંગરશી નંદુ - ભચાઉ
અરવિંદ પોપટલાલ ગડા - આધોઈ
જીતેન્દ્ર દેવશી ખીરાણી - લાકડિયા
આમ, ગાતા રહે મેરા દિલ ની સફર
દરેકની જિંદગી ની સફર નું પરોપકારી પાસુ બની રહે એજ અભ્યર્થના સહ....
किसी की मुस्कराहटों पे हो निसार|
किसी का ददँ मिल सके तो ले उधार|
किसी के वास्ते हो तेरे दिल में प्यार जीना इसी का नाम है|